હવામાન ખાતું કહે છે કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયું વરસાદની સંભાવના નહિવત.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસ ચોમાસુ નહિવત રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. બાકીના જીલ્લામાં વરસાદની શક્યતા નહિવત છે.
જુલાઇ મહિનામાં વરસાદ સામાન્ય રહેશે. જોકે અત્યારે વરસાદ ખેંચાતા ગરમીનો પારો વધી રહ્યો છે. પણ ગુજરાતમાં ગરમીનો પારો સામાન્ય રહેશે. હાલમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહંતી એ જણાવ્યુ હતું કે આગામી સમયમાં વરસાદની શક્યતા નહિવત છે. જોકે સામાન્યથી સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક શેહરોમાં પડી શકે છે.
વરસાદ ખેંચતા બફારાની સમસ્યા પણ દેખાઈ રહી છે. ગરમીનો પારો વધી રહ્યો છે. પરંતુ ટેમરેચર સામાન્ય રહેવાની સૂચના હવામાન વિભાગ એ આપી છે. જોકે વરસાદ આવ્યા બાદ વરસાદ ખેચાતાં અત્યારે ખેડૂતોને હાલાકીનો ભોગવી પડી રહી છે.