વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં દવા મફત, પીવાના પાણી બહારથી વેચાતું લેવાનું !
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પીવાના પાણીની સુવિધા બંધ બહારથી વેચાતી બોટલ લાવવી પડે છે.
By શાહરૂખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ અને તેના પરિવારજનોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે સરકારે સિવિલ હોસ્પિટલમાં દરેક માળ ઉપર ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મૂકવામાં આવેલા કેટલાક ફ્રીજ બંધ હોવાના કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી. આ બાબતની જાણ સ્થાનિક અધિકારીઓને હોવા છતાં પણ આ બંધ થયેલા ફ્રિજ રીપેરીંગ કરાવીને ચાલુ કરાવવામાં આવતા નથી. તેમજ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેના માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ અને તેના સગા વાલાઓ ને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પાણી પીવું હોય તો બહારથી વેચાતી પાણીની બોટલ મંગાવી પડે છે. મળેલી માહિતી મુજબ સ્ટાફ માટે પીવાના પાણીની વ્યવસ્થા છે ! પણ દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા નથી ! ત્યારે સવાલ એ થાય કે આ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ બંધ પડેલા અને શોભાના ગાંઠિયા સમાન બનેલા ફ્રિજ શા માટે રીપેર નથી કરાવતા…
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
વાંકાનેર એટલે ઘણીધોરી વગરનો તાલુકો બની ગયો છે, આધાર કાર્ડ, આવકના દાખલા, જાતિનું પ્રમાણપત્ર વિગેરે કામકાજ માટે લોકો મોટી મોટી લાઇન લગાવી રહ્યા છે, ધરમના ધકકા ખાઇ રહયા છે. ત્યારે કોરોના જેવી આ મહામારીમાં પણ હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ છે. જવાબદાર અધિકારીઓ આંખ મિચામણા કરીને છટકબારી શોધી રહ્યા છે. નેતાઓ પોતાની મસ્તીમાં મગ્ન છે ત્યારે જનતાને માથે હાથ દઇને રોવા સિવાય કોઈ વિકલ્પ નથી. વાંકાનેરના પ્રાંત અધિકારી સિવિલ હોસ્પિટલમાં જાત તપાસ કરીને લોકોના હિત માટે કમ સે કમ પીવાના પાણીનું પરબ ન બંધાવે તો કંઈ નહીં પણ સરકારે આપેલી સુવિધા પુનઃ ચાલુ કરાવે તેવી લોકમાંગણી છે.