મોરબી: ચકમપર જીવાપર વચ્ચેની નદીનો માર્ગ ૨૦-૨૫ દિવસથી બંધ !

By Arif Divan

મોરબી: સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તજેતરમાં થયેલા વરસાદમાં મોટાભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જીવાપર ચકમપર નજીક પસાર થતી નદી પરના માર્ગ પર વાહનચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓને પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ ભર્યું બની ગયું છે. જે અંગે ચકમપર ગામ પંચાયત દ્વારા લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી જીવાપર ચકમપર નજીકમાં આવેલ નદીનો માર્ગ ગ્રામ્ય વિસ્તારના લોકોને પસાર થવા માટે યોગ્ય કરી આપવા માટે રજૂઆત કરી છે.

ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં ૨૫ દિવસ થયા હોવા છતાં જોરદાર તંત્રના અધિકારીઓ આ ગામ્ય વિસ્તારમાં ફરકયા પણ નથી. આ પરિસ્થિતિમાં મેડિકલ સારવાર લેવા માટે જવું મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. અહીં ઇમરજન્સીમાં 108 પણ આવી શકે તેમ ન હોય લોકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે. તંત્ર આ રસ્તો રીપેર કરાવી ને લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ કરશે? અને રાજકીય નેતાઓ સસ્તી પ્રસિદ્ધિની વ્યવસ્થામાંથી સમય કાઢીને લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે આગળ આવશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો