લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં, મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે

અંતિમ સંસ્કાર માટે કેટલા લોકો હાજર રહી શકે તેનો નિર્ણય પર જિલ્લા કલેક્ટર જ લેશે

કેન્દ્ર સરકારે લૉકડાઉનને ધ્યાને લઈ બુધવારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં લગ્ન પ્રસંગ યોજવા અંગે અને સાર્વજનિક સ્થળો માટે નિર્દેશ સામેલ છે. ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે લગ્ન, અંતિમ સંસ્કાર માટે લોકોની સંખ્યા પર અંતિમ નિર્ણય જિલ્લા કલેક્ટર જ લેશે. કેન્દ્ર દ્વારા જાહેર ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે હવે સાર્વજનિક સ્થળે માસ્ક પહેરવો અનિવાર્ય રહેશે. સાથોસાથ સાર્વજનિક સ્થળો પર, કાર્યસ્થળો અને પરિવહનની સેવાઓમાં પણ સ્વાસ્થ્ય મંત્રાલય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે.

નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ ગતિવિધિઓ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મંજૂરી આપ્યા બાદ શરૂ થશે જોકે આ પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય પણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય COVID-19ના પ્રબંધન માટે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ સાર્વજનિક સ્થાઓ, કાર્યસ્થળો પર ફેસ કવર પહેરવું અનિવાર્ય છે. બીજી તરફ, સાર્વજનિક સ્થળો પર થૂંકવું દંડનીય હશે અને તેના માટે ભારે દંડ ફટકારવામાં આવશે.

સાર્વજનિક સ્થળો પણ 3 મે સુધી બંધ રહેશે

સરકારે કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનની બીજા ચરણ માટે બુધવારે નવી ગાઇડલાઇન જાહેર કરતાં તેની અવધિ દરમિયાન તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સાર્વજનિક સ્થળોને ખોલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર દિશા-નિર્દેશો મુજબ, લોકોની આંતર રાજ્ય, આંતર જિલ્લા અવર-જવર, મેટ્રો, બસ સેવાઓ પર 3 મે સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો