skip to content

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવકના વધામણા, મણનો ભાવ ૭૦૦ થી ૧૮૫૧

વાંકાનેર માર્કેટ યાર્ડ ખાતે સીઝન નવા કપાસની આવક આજથી શરૂ થઇ છે. આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ માં 24 કવીન્ટલ કપાતની આવક થઈ હતી જે નીચો ભાવ ૭૦૦ રૂપિયા અને ઊંચો ભાવ ૧૮૫૧ રૂપિયામાં વેચાયો હતો.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજ રોજ નવા કપાસની આવક શરૂઆત થતાં કપાસમાં હરાજી કરવામાં આવી હતી તેમાં વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામના ખેડૂતના કપાસના ભાવ ૧૮૫૧ રૂપિયા પ્રતિમણ લેખે વેચાણ થયેલ છે જેથી હાજર રહેલા ખેડૂતો એજન્ટો વેપારી મિત્રો હષૅ ઉલ્લાસ કરી પેંડા ખવડાવીને મૌ મીઠા કરાવ્યા હતા. આ તકે એપીએમસી ચેરમેન શકિલ પીરજાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી, ડિરેક્ટર્સ અલીભાઈ બાદી, અમીયલભાઈ કડીવાર, ગુલાબભાઈ બાદી અને ગ્લોસી કોટેક્ષવાળા જાકીરભાઇ માથકિયા હાજર રહ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો