વાંકાનેરમાં આગામી તારીખ 12 અને 14 સપ્ટેમ્બરના રોજ માઁ વાત્સલ્ય કાર્ડ કાઢવા માટેનો કેમ્પ

વાંકાનેર: આગામી તારીખ 12 અને 14 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વાંકાનેર નગરમાં ગાયત્રી મંદિરે માં વાત્સલ્ય કાર્ડ કાઢવા માટેનો કેમ્પ રાખેલ છે. આ કેમ્પમાં વાંકાનેર નગરની કોઈપણ વ્યક્તિને માં વાત્સલ્ય કાર્ડ કઢાવવું હોય તો તેવોએ ગુજરાત રાજ્ય વાંકાનેર નગર સંયોજક -રાહુલ જોબનપુત્રા -9265066096 આ નંબર ઉપર સંપર્ક કરવો.

માં વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે આ ડોક્યુમેન્ટ હોવા જરુરી

જે લોકોના નીચેના ડોક્યુમેન્ટ તૈયાર હોય તે લોકોને જ માં વાત્સલ્ય કાર્ડ કાઢી દેવામાં આવશે.

1= રેશનકાર્ડની ઝેરોક્ષ
2= મામલતદાર નો આવક ના દાખલાની ઝેરોક્ષ
3= ઘરમાં જેટલા લોકો કઢાવવાનું છે તે લોકો ની આધાર કાર્ડ ની ઝેરોક્ષ
(વધુમાં વધુ પાંચ લોકો)
4= જેટલા લોકોને કઢાવવાનું હોય એ લોકો ત્યાં હાજર

ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ અસલ પણ હાજર રાખવા

કેમ્પનું સ્થળ: ગાયત્રી મંદિર વાંકાનેર, સમય:-તારીખ:12 સપ્ટેમ્બર-ગુરૂવાર અને 14 સપ્ટેમ્બર શનિવારના રોજ.

નોંધ:આ કાર્ડ કઢાવવા માટે અગાઉથી ઉપરના નંબર ઉપર નામ લખાવવા જરૂરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો