Placeholder canvas

મોરબી: લાલપર પાસે અદિવાસી યુવાનને છરીનો ઘા ઝીકીને હત્યા

By શાહરુખ ચૌહાણ

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલા વીજ કંપનીના સબ સ્ટેશનની પાછળ પસાર થયેલા યુવાન પાસે અજાણ્યા ત્રણ શખ્સો બાઇક લઇને આવ્યા હતા ત્યારે તેને છરી બતાવી હતી જેથી કરીને મજુર જવાન ત્યાંથી નાસી ગયો હતો જોકે ત્યારે ત્યાં અન્ય એક યુવાન આવતા અગાઉ ભાગી છૂટેલા યુવાનને બચાવવા માટે આવી રહ્યો છે તેવું સમજીને છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને આદિવાસી યુવાનનું મોત થયું છે હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબીના લાલપર ગામ પાસે વીજ કંપનીના સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ લેટીના સિરામિકમાં મજૂરીકામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા લીલાબેન ઉર્ફ્ લલીતાબેન વરસીંગભાઈ વહનીયા જાતે આદિવાસી (ઉ ૪૨)એ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાની અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે જેમાં તેમણે લખ્યું છે કે લેટીના સીરામીક પાસેથી ગઈકાલે સાંજના સમયે સુનિલભાઈ ભજીયાભાઇ પોતાનુ કામ પૂરું કરીને પોતાની રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા અજાણ્યા ૩ શખ્સો પૈકીના એકે સુનિલભાઈનો કાંઠલો પકડીને છરી બતાવી હતી ત્યારે તેની પાસેથી સુનિલભાઈ ભાગી છૂટયો હતો જોકે ત્યારબાદ લીલાબેનના પતિ વરસીંગભાઇ ત્યાંથી નીકળ્યા હતા માટે તે સુનિલને છોડાવવા માટે આવેલ છે તેવું સમજીને ત્રણ શખ્સો પૈકીના એક શખ્સે છરીનો એક જીવલેણ ઘા વરસીંગભાઇને છાતીમાં મારી દિધો હતો જેથી તેનું મોત નિપજ્યુ છે આ બનાવમાં પોલીસે હાલમાં હત્યા સહિતની કલમ સાથે ગુનો નોંધીને તપાસ શરૂલકરેલ છે

આ સમાચારને શેર કરો