Placeholder canvas

ચોટીલા: આપાગીગાના ઓટલા સામે કૂવામાંથી અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી લાશ મળી

By અફઝલ મુલતાની -ચોટીલા

ચોટીલાના નાનીમોલડી પાસે આવેલા આપાગીગાના ઓટલા સામે ટાટા મોટરના બંધ શોરૂમ પાશે આવેલા કૂવામાંથી અજાણ્યા વ્યક્તિની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ચોટીલા તાલુકાના નાનિમોલડી ગામની સીમમાં આવેલ ટાટા મોટર્સ કંપનિના બંધ શોરૂમમાં દેખરેખની ફરજ બજાવતા કર્મચારીને બાજુમાં આવેલ કુવામાં લાશ તરતી જોવા મળી હતી. આ અંગે નાનીમોલડી ગામના સરપંચને જાણ કરી હતી જેથી સરપંચે તરતજ ચોટિલા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનસ્થળે દોડી જઈને લાશનો કબજો લઈ પી.એમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી, અને મૂર્તકના વાલીવારસોની શોધખોળ શરૂ કરી હતી.

આ સમાચારને શેર કરો