રાજકોટમાં છ વર્ષની બાળકીનું ગળું કાપી હત્યા

રાજકોટ: સાતમ- આઠમના તહેવારના દિવસોમાં રાજકોટમાં માસૂમ બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.શહરેમાં કાલાવડ રોડ પર આવેલી વૃંદાવન ગ્રીન સીટી બાંધકામ સાઇટ પર કામ કરનાર દાહોદના મજૂર પરિવારની છ વર્ષની બાળકી નેન્સી ગઈકાલ રમતા રમતા લાપતા થયા બાદ આજરોજ બાંધકામ સાઇટ નજીક જ તેનું ગળું કાપી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પી.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને બાળાના મૃતદેહને પી.એમ માટે ખસેડી તેના હત્યારાને શોધી કાઢવા તેમજ હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર વૃંદાવન ગ્રીન સીટી નામની બાંધકામ સાઇટ પર કામ કરનાર અને અહીં જ ઓરડીમાં રહેતા મૂળ દાહોદના ગરબાડાના નિમસ ગામના વતની અરવિંદ રસિયાભાઈ અમલિયાર (ઉ.વ 26) નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં ગઈકાલ તેની છ વર્ષની બાળકી નેન્સી લાપતા થયા અંગેની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, બાંધકામ સાઇટ પાસે તેની દીકરી રમતી હતી દરમીયાન કોઈ તેને ઉઠાવી ગયું છે.જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે બાળકીના અપહરણ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન આજરોજ બાંધકામ સાઇટ પાસે જ આ માસૂમ બાળકીની ગળું કાપી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી.જે અંગેની જાણ થતા તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા,પી.એસ.આઈ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.બાળકીના મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.

માસૂમ બાળકીની હત્યા કરવા પાછળનું કારણ શું? તેમજ આ માસૂમ બાળાને આ રીતે નિર્દયતાથી હણી નાંખનારને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે.બીજી તરફ તહેવારના દિવસોમાં છ વર્ષની બાળકીની ગળું કાપી હત્યા કર્યાના બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો