ટંકારા તાલુકાના સરાયા ગામના લેઉવા પટેલ સમાજ માટે માતા અને પુત્ર ગૌરવ સમાન
By રમેશ ઠાકોર -Hadmatiya
મોરબીમાં યોજાયેલ કોમન મેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા તરીકે દક્ષાબેન ઢેઢી કસોટીમાં પારંગત થયા છે તે સમાજ માટે અને અન્ય સમાજ માટે ગર્વની વાત છે પણ દક્ષાબેન માતા તરીકે પણ પુત્રનું જતન અને સંસ્કારોનું સિંચન કરવામા પણ ઉતિર્ણ થયા તેમ આપણી ગુજરાતી કહેવત અનુશાર કહેવાય છે કે “મોરના ઈંડા ચિતરવા ન પડે” તેમ દક્ષાબેનના ચાર વર્ષના પુત્રને પણ ગરુડ પુરાણના શ્લોકો તેમજ અન્ય શ્લોકો કંઠસ્થ છે.
ગત ડિસેમ્બર ૨૦૧૯ મોરબીમા “કોમન મેન ફાઉન્ડેશન દ્વારા” આદર્શ માતા કસોટી ૨૦૧૯ નો ભવ્ય સમારોહ યોજાઈ ગયો.
જેનું આયોજન મોરબીના ખ્યાતનામ ડોકટરો દ્વારા કરવામાં આવેલ જેમાં મોરબીની આશરે ૧૫૦૦ માતાઓએ ઉત્સાપૂર્વક ભાગ લીધેલો.
આદર્શ માતા કસોટીમાં બાળકોની નિષ્ણાંત ડોકટરો દ્વારા કસોટી સાથે માતાઓની પણ પરીક્ષા આપવાની થતી હોય છે. આ કસોટીમા લેઉવા પટેલ સમાજના શ્રીમતી દક્ષાબેન મહેશભાઈ ઢેઢી (સરાયા નિવાસી કરશનભાઈ મકનભાઈ ઢેઢી ના પુત્રવધૂ ) અને હડમતીયા ગામના સ્વ. જેરાજભાઈ દેવાભાઈ ડાકા તથા ગ.સ્વ. અનશોયાબેન જેરાજભાઈ ડાકાની મોટી પુત્રીએ પ્રથમ ૧૦૦ આદર્શ માતામાથી ૩૫ ક્રમ પર ઉતીર્ણ થયેલ છે સાથે તેમનું સન્માનપત્ર અને ભેટ સાથે અભિવાદન કરવામાં આવેલુ.
આપણી ગુજરાતી કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે..આ કહેવતને સાર્થક કરતો તેનો નટખટ પુત્ર “વેદ “ચાર વર્ષની નાની ઉંમરે ગરુડ પુરાણના શ્લોકો, ઉપરાંત અન્ય બીજા ઘણા બધા શ્લોકો કંઠસ્થ છે. ઘણીવાર લાગે છે કે આપણે ભારતીય/આર્ય સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ…. પરંતુ જ્યાં સુધી આવી જનેતાઓ છે ત્યાં સુધી આ સંસ્કૃતિનો ભગવો ધ્વજ અનાદિકાલ સુધી લહેરાતો રહેશે.