મોરબી: ભંગારના ડેલામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી કોઈ જાનહાની નહીં.
મોરબી : મોરબીના વિશિપરાના વિજયનગર વિસ્તારમાં ભંગારના ડેલામાં મોડી રાત્રીના આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ જેથી આસપાસ રહેતા લોકોમાં અફડા તફડી મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વિશિપરામાં આવેલા ભંગારના ડેલામાં લાકડા સહિતનો ભંગાર આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભંગારના ડેલાની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી થોડીવાર માટે અફડા તફડી મચી ગઇ હતી. અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.