મોરબી: ખાનપરમાં બોરવેલની ગાડીમાં આગ લગતા બળીને ખાખ
મોરબી: ખાનપર ગામ પાસે આજે સવારના સમયે બોરવેલના મશીનની અંદર અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી જેથી કરીને ટ્રકમાં લગાવવામાં આવેલ બોરવેલ મશીન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો.
આ બનાવ અંગેની મોરબી પાલિકાના ફાયરવિભાગને જાણ કરવામાં આવતા મોરબી પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ખાનપર ગામે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી. તેવું ત્યાં સુધીમાં ટ્રક અને તમામ મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી.