વાંકાનેર: લાંબા અંતરની ટ્રેનના બંધ કરેલ સ્ટોપ ફરી શરૂ કરવાની માંગ

વાંકાનેર વાંકાનેર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનો ના સ્ટોપ આપવાની વાંકાનેર નગરપાલિકાના સદસ્ય અને પત્રકાર મહમદ રાઠોડે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

વાંકાનેર થી પસાર થતી લાંબા અંતરની ટ્રેનો જેમનો કોરોના મહામારી શરૂ થયા પહેલા સ્ટોપ હતો પરંતુ કોરોના મહામારીમાં પૂન:હ શરૂ થયેલ રેલવેમાં વાંકાનેરનો સ્ટોપ કેન્સલ કરી દેવામાં આવેલ છે.તેમની ટેલિફોનિક અને બાદમાં લેખિત રજૂઆત મહમદભાઇ રાઠોડે સાંસદ મોહનભાઈ કુંડારીયા સમક્ષ કરેલ છે.

આ ટ્રેનોમાં સૌરાષ્ટ્ર મેલ, પોરબંદર-દિલ્હી, સિકંદરાબાદ અને જબલપુર નો સમાવેશ થાય છે. આ ચારેય ટ્રેનોનો વાંકાનેરમાં સ્ટોપ શરૂ કરવામાં આવે તો હાલમાં વાંકાનેર-મોરબીના લોકો આ ટ્રેન માં મુસાફરી કરવા માટે રાજકોટ જવું પડે છે જેમાં સમય અને નાણાનો વ્યય થાય છે અને લોકોને ભારે અગવડ ભોગવવી પડી રહી છે, જેથી મોરબી જિલ્લાના આ લાંબી ટ્રેનમાં મુસાફરી કરવા ઇચ્છુક મુસાફરો માટે તાત્કાલિક વાંકાનેરમા સ્ટોપ આપવાની રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો