Placeholder canvas

મોદીનો સંકેત: આંશિક છુટછાટ સાથે લોકડાઉન લંબાવાશે..

દેશમાં કોરોના વાયરસનાં કારણે હાલ ચાલી રહેલુ લોકડાઉન ટુ થોડી છૂટછાટ સાથે પણ વધુ 17 દિવસ લંબાવાય તેવી શકયતા છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સમાં દેશમાં કોરોના અને લોકડાઉનની સ્થિતની સમીક્ષા કરી હતી અને મળતા સંકેતો મુજબ મોટાભાગનાં રાજય લોકડાઉનમાં છુટછાટ સાથે લંબાવવા કેન્દ્રને ભલામણ કરી છે.

વડાપ્રધાને પણ તેમના વકતવ્યમાં લોકડાઉન લંબાવાશે તેવો આડકતરો સંકેત આપી દીધો છે સુત્રોના જણાવ્યા મુજબ દેશમાં રેડ તથા યલ્લો ઝોનમાં લોકડાઉન હાલની સ્થિતિ મુજબ જ લંબાવાશે અને ગ્રીનઝોનમાં થોડી છૂટછાટ સાથે લોકડાઉન ઉઠાવાશે પણ આ ક્ષેત્રમાં પણ લોકોની અવરજવર સામાન્ય રહે તો કોરોનાને ફરી તક મળી શકે છે તેવો ભય વ્યકત કરતા ગ્રીન ઝોનમાં પણ ચોકકસ નિયંત્રણો ચાલુ રાખવા નિર્ણય લેવાઈ શકે છે.

વડાપ્રધાને આ બેઠકમાં જણાવ્યું કે લોકડાઉનના સારા પરીણામો જોવા મળી રહ્યા છે આ બેઠકમાં ત્રણ મુદાઓ પર ખાસ ચર્ચા થઈ હતી. જેમાં હાલના કોરોનાના સંક્રમણની સ્થિતિ, તથા તેને રોકવા માટેના કરાઈ રહેલા પ્રયાસો અને ગૃહ મંત્રાલયે તા.20 ના રોજ લોકડાઉનમાં જે રીતે છુટછાટ આપવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્રીજા મુદામાં તા.3 મે બાદની રણનીતિ પર વિચારણા થઈ હતી.

વડાપ્રધાનની કોરોના સંદર્ભમાં રાજયના મુખ્યમંત્રીઓ સાથેની આ ચોથી બેઠક હતી. મોદીએ મુખ્યમંત્રીઓને તેઓ કોરોનાની વાસ્તવિકતાથી વધુ પરીચીત હોવાનું જણાવી તેમના અભિપ્રાય આપવા જણાવ્યું હતું અને કોરોના કઈ રીતે પ્રસરી રહ્યો છે તે પણ તેઓ વધુ સારી રીતે કહી શકે.વડાપ્રધાને રાજયોને લોકડાઊનની સ્થિતિમાં હળવાશ ન આવે તે પણ જોવા જણાવ્યું હતું.

તેઓએ કહ્યું કે જે રાજયમાં કોરોના વધશે તેમાં રાજયોને દોષિત ગણાશે મોદીએ કહ્યું કે 300 જીલ્લામાં કોરોનાના કેસ નથી મોદીએ કહ્યું કે આપણે બે મોરચે લડી રહ્યા છીએ. લોકોના જીવન બચાવવા ઉપરાંત આર્થિક ગતિવિધીઓ પણ ચાલુ કરવા માંગીએ છીએ. આ બેઠકમાં મેઘાલયે લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી. ગુજરાત અને હિમાચલે પ્રદેશ કેન્દ્ર પર નિર્ણય છોડયો છે.મીઝોરામ, પોંડીચેરી, ઉતરાખંડ, ઓડીસા, બિહાર હરીયાણાએ લોકડાઉન ઉઠાવી લેવાની તરફેણ કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રનાં નિર્ણયને માથે ચડાવવાની તૈયારી દર્શાવી હતી.

જોકે રેલવે અને વિમાની સેવા તથા આંતરીક ટ્રાન્સપોર્ટ અંગે હજુ પણ રાહ જોવી પડશે. તેવા સંકેત છે. વડાપ્રધાન મોદી આ સપ્તાહનાં અંતમાં રાષ્ટ્રને સંબોધન કરીને લોકડાઉન અંગે સમીક્ષા કરશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો