Placeholder canvas

આઝાદી પછી પહેલી વખત ખીરસરા (વિં) અને મિયાણી ગામને જીલ્લા મથકે જવા એસટી બસ સેવા મળી

અબડાસા: તા.26 મીં જાન્યુઆરી 72 માં પ્રજાસત્તાક દિવસે અબડાસા ના છેવાળા ના ખીરસરા (વિં) અને મિયાણી ગામ ના અતિ પછાત પ્રજા માં આજે પ્રજાસત્તાક દિવસ એ એસટી ખાતા દ્વારા વહેલી સવાર 6:15 વાગ્યે નલીયા થી ભુજ જવા અને પરત આવવા માટે સાંજ ના 6:00 વાગ્યે ભુજ નલીયા બસ સેવા શરૂ કરવામાં આવતા બંને ગામડા ની પ્રજામાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

આ સાથે આજુબાજુ ના ગામડાંઓ માટે પણ વહેલી સવારે આ બસ સુવિધા જીલ્લા મથકે જવા ની સવલત થતાં તેઓ દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ બસ સેવા ખાસ વરાડીયા, આમરવાંઢ, શિરૂવાંઢ,બકાલીવાંઢ,ભોદેશ્વરકેમ્પ,વિંઝાણ, નારાણપર,મંજલ, ખીરસરા,મિયાણી,હાજાપર,નુંધાતળ,રબારીવાંઢ,નાનાવાળા સહિત ની પ્રજા ને ઉપયોગ થશે તેમ અબડાસા સરપંચ સંગઠન મહામંત્રી રજાક હિંગોરા અને ઉપપ્રમુખ જટુભા સોઢા એ જણાવ્યું હતું.

આ બસ સેવા શરૂ થતાં દાવત એ મુસ્તફા અબડાસા ના પ્રમુખ સૈયદ સલીમબાપુ અને વરાડીયા સરપંચ ઉમરભાઈ ખલીફા અને આમરવાંઢ સરપંચ જુસબશા પીરઝાદા અને વિંઝાણ સરપંચ ઈમરાનભાઈ કુંભાર અને નારાણપર સરપંચ જયુભા જાડેજા અને નુંધાતળ સરપંચ દાઉદ ભાઈ પઢીયાર અને હિતરક્ષક સમિતિ ના પ્રમુખ સાલેમામદ પઢીયાર અને અબડાસા સામાજિક કાર્યકર અને મિયાણા સમાજ ના પ્રમુખ હનીફભાઇ પઢીયાર અને કચ્છ જીલ્લા સરપંચ સંગઠન ના પુર્વ પ્રમુખ વિક્રમસિંહ જાડેજા અને અબડાસા ભાજપ પ્રમુખ મહેશભાઇ ભાનુશાલી અને અબડાસા તાલુકા પંચાયત ના માજી સદસ્ય હાજીઆમદ હિંગોરા અને ગિરીરાજસિંહ જાડેજા અને એસટી રિટાયર્ડ દિલુભા જાડેજા સહિત ના આગેવાનો એ એસટી વિભાગીય કચેરી ભુજના નિયામક મહાજન અને નલીયા ડેપો મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બસ ચાલુ કરાવવા માટે સતત પ્રયત્નશીલ ખીરસરા ( વિં) સરપંચ રજાક હિંગોરા જણાવ્યું હતું કે ખાસ વિનોદભાઈ ચાવડા સાસંદ અને પી‌.એમ.જાડેજા ધારાસભ્ય, અબડાસા વિશેષ આગ્રહથી આ બસ સેવા શરૂ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો