skip to content

મીતાણા ટુ એમ.પી: ટ્રાન્સપોર્ટેશનના અભાવે પગપાળા વતન જવા નીકળી પડ્યા મજૂરો…

કોરોના વાયરસ એ ઘણા બધા લોકોને મુસીબતમાં મૂકી દીધા છે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં રોજીરોટી લડવા માટે પરપ્રાંતિય મજૂરો આવતા હોય છે. તેઓ અહીં આવીને બે પૈસા બચાવી અને વતનમાં લઈ જતાં હોય છે પરંતુ આ વખતે કોરોના વાઇરસના કારણે આ મજૂરો મુસીબતમાં મુકાઈ ગયા છે.

અહીં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે ત્યારે આ મહામારીમાં તેઓને પોતાનું વતન અને પરિવાર યાદ આવે અને અહીં રહેવું પણ મુશ્કેલ હોઈ ત્યારે માદરે વતન જવા માટે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જવાના કારણે આ મજુરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે આ મહેનત કસ મજૂરોએ લગભગ સમગ્ર ગુજરાતભરમાંથી પોતાના વતનમાં પગપાળા જવાનું શરૂ કરી દીધું છે…

આ મજૂરો નો સમૂહ પગપાળા જતો હોય તે જોઈને કઠોળ માણસનું પણ નું પણ દિલ દ્રવી ઊઠે એવું દૃશ્ય હોય છે. સાથે નાના બાળકો હોય થોડો ઘણો સામાન હોય કેટલાક લોકોના તો પગમાં ચપ્પલ પણ ન હોય અને 400 થી 500 કિલોમીટર પગપાળા જવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હોય, આથી ખરાબ પરિસ્થિતિ કઇ હોઇ શકે ? આવો એક કાફલો આજે મીતાણા થી એમપી જવા નીકળ્યો છે જે વાલાસણ પાસે જોવા મળ્યો…

જોકે ગઈકાલે આવું દૃશ્ય જોઈને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ પોતે પણ દ્રવી ઉઠયાં હતા અને આવા સમૂહને જમવાની, આરોગ્યની અને બસની વ્યવસ્થા કરાવી આપી હતી તે માટે તેઓને અભિનંદન આપવા જ રહ્યા. પરિસ્થિતિ ગંભીર છે પરંતુ આમ છતાં ગુજરાતે કમસેકમ ગુજરાતની બોર્ડર સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. જોકે આ વચ્ચે કેટલીક સારી બાબતો પણ સામે આવી રહી છે આવા મજૂરોને ઘણી બધી જગ્યાએ પોલીસ અને સામાજિક અગ્રણીઓ જમવાનું આપી રહ્યા છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે, તે આનંદની વાત છે. આ લોકો પાસે ખાવાની કોઇ ચીજ-વસ્તુ છે નહીં અને પગપાળા જવાનું હોવાથી કાઈ પણ લઈ જઈ શકે નહીં રસ્તામાં બધું જ બંધ છે. આ પરિસ્થિતિ કેટલી ખરાબ કહેવાય ? તેમના દિલની હાલત કેવી હશે ? તે અંદાજ કાઢવો મુશ્કેલ છે.

આ સમયે ગુજરાત સરકાર થોડું માનવતાવાદી વલણ અપનાવીને આ લોકોને મદદ કરે તેમજ જ્યાંથી પસાર થાય ત્યાં વહીવટી સ્ટાફ કે સમાજસેવકોએ બને તેટલી હેલ્પ કરાવી જોઈએ જેથી તેમના દિલમાં થોડી ઘણી ધરપત થાય…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો