વાંકાનેર: RSS વિશે ફેસબૂકમાં અભદ્ર ટીપ્પણી કરનાર મનસુર લાકડાવાલાની ધરપકડ
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનો ફોટો અપલોડ કરીને તેની સાથે ખરાબ ગાળો લખવા સામે નોંધાયેલ ગુનાનો આરોપી મનસુર લાકડાવાલાની સીટી પોલીસે તાત્કાલિક અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે તા. 3ના રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન આરોપી મનસુર મોઇજભાઈ લાકડાવાલા (ઉ.વ. 30, રહે. સ્ટેશન રોડ, મહાવીર જીન સામે, વાંકાનેર)ને શોધી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.