જેતપર અને માળીયામાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી શરૂ
માળીયામાં પણ હવે કોરોનાનો પગપેસારો થતા આરોગ્ય તંત્ર વધુ સાબદુ બન્યું: માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ ખડેપગે રહેશે.
મોરબી : મોરબી જિલ્લાનો માળીયા તાલુકામાં એક પણ કેસ હો તો ત્યાં પણ હવે બે દિવસ પૂર્વે એક કેશ આવી જતા હવે મોરબી જિલ્લાનો એક પણ તાલુકો કોરોના મુક્ત રહ્યો નથી. માળિયામાં કોરોનાના પ્રવેશથી મોરબી જિલ્લાનું આરોગ્ય વધુ સતર્ક થઈ ગયું છે. કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય તંત્ર દ્વારા મોરબીના જેતપર અને મળિયામાં આઇસોલેશ વોર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
મોરબીના જેતપર અને મળિયામાં આઇસોલેશ વોર્ડ બનાવવા માટે કલેકટરની મંજૂરી લઈને આ કામગીરી ઝડપથી કરવામાં આવશે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ જણાવ્યું છે. જો કે સૌપ્રથમ આઇસોલેશ વોર્ડની મોરબી સિવિલ હોસ્પિટલમાં અને હળવદ તથા વાંકાનેરમાં સુવિધા હતી. આ સ્થળોએ કોરોનાના કેસો વધતા આ સુવિધા સિવિલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી હતી. બાદમાં ટંકારામાં પણ કોરોનાના કેસ વધતા ત્યાં પણ આઇસોલેશ વોર્ડની સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. જ્યારે મોરબીની ખાનગી હોસ્પિટલો સદભાવના અને આયુષમાં પણ આ આઇસોલેશ વોર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશ વોર્ડમાં 100 બેડ, હળવદમાં 10 બેડ, વાંકાનેરમાં 10 બેડ, સદભાવનામાં 15 બેડ, આયુષ હોસ્પિટલમાં 10 બેડ અને ટંકારામાં 4 બેડની સુવિધા છે. તેમજ હવે માળીયા અને જેતપરમાં બેથી ત્રણ બેડ અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરશે. જો કે માળીયામાં મોટી બરાર ગામે કોવિડ કેર સેન્ટર છે. પણ હવે કોરોનાનો કેસ આવતા ત્યાં આઇસોલેશ વોર્ડની સુવિધા ઉભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે અને કલેકટર પાસે મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. માળીયા અને જેતપરમાં 6-6 ડોકટરોની ટીમ ખડેપગે રખાશે.
મોરબીમાં થોડા દિવસો અગાઉ કોરોના માટે આરોગ્ય તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટની 200 કીટ આવી હતી. હવે વધારાની રેપીડ ટેસ્ટની 300 કીટ આવી ગઈ છે. તેથી, આ રેપીટ ટેસ્ટ કિટથી ટેસ્ટની કામગીરી વધુ સઘન બનશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…