વાંકાનેર: મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની ચોરી

વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના કાંતિલાલ રેવાશંકર પટેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી છે કે ગત તારીખ 16/8 ના રોજ સવારે 10 થી સાંજ સુધીમાં કોઇ અજાણ્યો શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દરવાજો તોડી પ્રવેશ કરી રૂમના કબાટમાં રાખેલ રોકડ રૂપિયા 4,40,000ની ચોરી કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આઈપીસી ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳🤳

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો