આણંદપુર ગામની સીમના એક મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી નીકળ્યા..!
અમદાવાદ: વરસાદની મોસમમાં વીંછી, સાપ, મગર, કાચબાઓ અને બીજા જીવ જંતુ દેખાવા સામાન્ય બાબત છે. ઘણી વાર વીંછી કે, સાપ કે, મગર કેટલાક લોકોના ઘરમાં અથવા સોસાયટીઓમાં પણ ઘૂસી જાય છે. પણ તમે ક્યારેય જોયું છે કે, વરસાદની ઋતુમાં એક, બે નહી પણ હજારો વીંછી એક જ જગ્યા પર હોય. જો તમારે એક સાથે હજારો વીંછી જોવા હોય તો પહોચી જાવ અમદાવાદના ધંધુકાના આણંદપુર ગામની સીમમાં કારણ કે, આ ગામની સીમમાં આવેલા એક મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી જોવા મળ્યા છે અને આ વીંછીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
એક રીપોર્ટ અનુસાર અમદાવાદના ધંધુકાના આણંદપુર ગામની સીમમાં આવેલા મકાનમાં દેવીપુજક પરિવારના કેટલાક સભ્યો રાતવાસો કરવા માટે ગયા હતા પરંતુ તેઓ જેવા મકાનની અંદર પહોંચ્યા અને લાઈટ કરીને જોયું તો તેઓ પણ ડરી ગયા કારણ કે, તે ઘરની દીવાલો અને જમીન પર એક, બે નહીં પણ હજારોની સંખ્યામાં વીંછીઓ આટા મારી રહ્યા હતા. આણંદપુરની ગામની સીમના એક ખેતરમાં આ મકાન બનાવવામાં આવ્યું છે અને આ મકાન કેટલાક સમયથી ખાલી હોવાના કારણે વરસાદથી બચવા માટે વીંછીઓએ આ મકાનને પોતાનું રહેઠાણ બનાવી દીધું તેવું લાગી રહ્યું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…