Placeholder canvas

વાંકાનેર: શિરાકમુદિન શેરસીયાએ ઓલ ઇન્ડિયા બાર એક્ષામ પાસ કરી,બન્યા એડવોકેટ

વાંકાનેર તાલુકાનુ છેવાળાનું ગામ મેસરીયાના વતની અને હાલ ચંદ્રપૂરમાં રહેતા શિરાકમુદિન શેરસીયા જેવો મેસરીયા ગામમા સરકારી શાળામાં ધોરણ-1 થી 7 તથા ધોરણ-8 અને 9 મેસરિયા ગામની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ. ધોરણ 10 માં અભ્યાસ અર્થે વાંકાનેર તાલુકાની અન્ય સ્કુલમાં જવાનું નક્કી કરેલ ત્યારે વાંકાનેર તાલુકાની તમામ સ્કુલે તેમને એડમીશન આપ્યુ ન હતુ. ત્યારે ગેલેકસી સ્કૂલ-લીંબાળા એ તેમને એડમિશન આપ્યુ જ્યાં ધોરણ-10 થી 12(કોમર્સ) નો અભ્યાસ કરેલ. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેમણે જોયેલું સપનું સાકાર કરવા રાજકોટ એચ.એન.શુક્લ કોલેજમાં બી.એ, એલએલ.બી સુધી અભ્યાસ કર્યો જેમની સાથે તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સીટી માં બી.કોમ અભ્યાસ કરેલ.

તેઓ અભ્યાસ માટે ગામડામાંથી આવેલ હોય જેથી અભ્યાસની સાથે સાથે કોર્ટ પ્રેક્ટિસ કરવાનું નક્કી કરી કોર્ટ જવાનું શરૂ કરેલ. તેમને 2019માં એલએલ.બીનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલની ડિગ્રી મેળવેલ અને વકીલાત માટે સનદની મહત્વની ગણાતી પરીક્ષા(ઓલ ઇન્ડિયા બાર એક્ષામ) પાસ કરવી જરૂરી હોઈ જે એક્ષામ તાજેતરમાં તેમને પાસ કરેલ છે. શિરાકમુદિનના પીતાઍ ખેતીકામ કરી તેમને અભ્યાસ કરાવેલ અને હાલ તેમના પીતા ટ્રક ડ્રાંઇવિંગ કરી પરિવાનનું ગુજરાન ચલાવે છે.

શિરાકમુદીન શેરસીયા ત્રણ ભાઈ છે જેમાં તેનમાં મોટા ભાઈ જિલ્લા પંચાયત મોરબીમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલમાં સોશિયલ વર્કર તરીકે નોકરી કરે છે અને નાના ભાઈ ટ્રાન્સપોર્ટ ચલાવે છે. શિરાકમુદિન હાલ રાજકોટ ખાતે પોતાના ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે જયેન્દ્ર એચ. ગોંડલિયા, અને હિરેન ડી. લીંબડ એડવોકેટ સાથે ક્રીમીનલ પ્રેકટીસ કરે છે. ઓલ ઇન્ડિયા બાર એક્ષામ પાસ કરતા રાજકોટના ગોંડલિયા એસોસિએટ, ઠક્કર એસોસિએટ, એડવોકેટ એસોસિએટ અને જાહિદ ગઢવાળા (સી.એ.) અને ગઢવાળા(શેરસીયા) પરીવાર અને તેમના કુટુંબીજનો અને મિત્રોએ તેમના મોબાઈલ નંબર. 9974889083માં અભિનંદન પાઠવેલ….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો