skip to content

અમદાવાદ: કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર દારૂની મહેફિલ માણતા ઝડપાઈ

અમદાવાદ: રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર સહિત તેના બે સાગરિતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે. હાલ તો અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કર્યા બાદ ત્રણેય જણને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડાન્સરમાંથી લેડી ડોન બનેલી સોનુ ડાંગર સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકેની છાપ ધરાવે છે. અગાઉ પણ તે અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂકી છે. સોનુ ડાંગર રાત્રે પોતાના સાગરિતો ગૌતમ પૂના અને શિવરાજ બિછિયા સહિત અન્ય એક શખ્સ સાથે દારૂની મહેફિલ માણી રહી હતી. આ દરમિયાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને ત્રણેયને ઝડપી પાડ્યા હતા.

જણાવી દઈએ કે, સોનું ડાંગર સહિત ગૌતમ અને શિવરાજ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગૌતમ અને શિવરાજ 6 ગુનામાં વોન્ટેડ છે. હાલ તો અમદાવાદ પૂર્વ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કર્યા પછી ત્રણેય જણને કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે.


આ સમાચારને શેર કરો