કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા…
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે. કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે 2.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે ભૂકંપનો બીજો આંચકો સવારે 8 વાગ્યેને 18 મીનિટે નોંધાયો હતો જેની તિવ્રતા 4.1ની હતી. ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.લોકો ઘર બહાર દોડી ગયા હતાં.
કચ્છમાં સવારે આંચકો નોંધાયો હતો તેનું કેંદ્ર બિંદુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં પણ રાત્રીના 12 વાગ્યેને 12 મીનિટે કંપન અનુભવાયું હતું. સૌરાષ્ટ્રમાં ભૂકંપની તિવ્રતા 1.9 નોંધાઈ હતી. ભૂકંપનું એપી સેંટર ગોંડલથી 17 કિમી દૂર નોંધાયું હતું.