વાંકાનેર: કોઠારીયામાં કોળી યુવતિ મગફળીના હલળમાં આવી જતા કમકમાટી ભર્યુ મોત
વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામે મગફળીના હલળમાં એક યુવતી આવી જતા તેમનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ તાલુકાના કોઠારીયા ગામે અશોકભાઇ કોળી પોતાની વાડીએ હલળ દ્વારા મગફળી કાઢી રહ્યો હતો ત્યારે આ હલળમાં કામ કરતી દિકરી કોમલબેન અશોકભાઈ કોળી (ઉંમર વર્ષ 17) ના વાળ હલળમાં આવી જતા આ યુવતી હલળમાં ખેંચાઇ ગઇ હતી અને તેમના બે કટકા થઈ ગયા હતા. તેમને વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જઈને પીએમ કરવામાં આવ્યું હતું.આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ કરી રહી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…