Placeholder canvas

સરકારશ્રીની વિવિધ સહાયો માટે ખેડૂતો 2020-21 માટે આઇ ખેડૂત પોર્ટલમાં ૧લી માર્ચથી અરજી કરી શકશે.

આઇ ખેડૂત પોર્ટલમાં તા. 01/03/2020થી 30/04/2020 સુધી ખેડૂતો અરજી કરી શકશે.

ગાંધીનગર ખાતે આવેલ કૃષિભવનના ખેતી નિયામક દ્વારા ખેડૂતો 2020-21 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ ૧લી માર્ચથી ૩૦ એપ્રિલ સુધી કરી શકશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે.

કૃષિભવનના ખેતી નિયામક દ્વારા આઇ ખેડૂત પોર્ટલ વર્ષ 2020-21ની અરજી કરવા માટે ખેડૂત આઈ પોર્ટલ બે માસ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી, 2020-21 માટે આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકો માટે તા. 01/03/2020થી 30/04/2020 સુધી ખેડૂતો અરજી કરી શકે તે માટે ખુલ્લું મુકવાનું નક્કી થયેલ છે. જે માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ખેડૂતોએ આ સમય પૂર્વે તૈયાર કરી લેવા અને સમયસર અરજી કરી દેવી.

આ સમાચારને શેર કરો