રાજકોટ: ઘંટેશ્વર પાર્કની સામે ઈકોએ બાઈક ચાલકને ઉડાડ્યો: નેપાળી યુવાનનું મોત
રાજકોટ: શહેરના ઘંટેશ્વર પાર્કની સામે રસ્તો ઓળંગી રહેલા બાઈકને એક ઈકો ગાડીના ચાલકે ઉલાળતા બાઈક દુર સુધી ફંગોલાયુ હતું અને બાઈક ચાલક નેપાળી યુવાનનું મોત નિપજયુ હતું. જયારે અન્ય બાઈક ચાલક ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત થયેલ વિગતો મુજબ મુળ નેપાળનો વતની અને હાલ કેટલાક વર્ષથી રાજકોટમાં રહી મજુરીકામ કરતો અને ઘંટેશ્વર પાર્ક હોટલમાં રહેતો લલીત અર્જુનનાથ નેપાળી (ઉ.34) નેપાળી યુવાન આજરોજ બપોરના સમયે બજારમાં ખરીદી કરવા નીકળી રોડ ક્રોસ કરતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલી ઈકો ગાડીના ચાલકે બાઈકને ઉલાળતા અન્ય બાઈક સાથે ટકરાઈને નેપાળી યુવાન ફંગોલાયો હતો અને યુવકને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જયારે ઘવાયેલા અન્ય ચાલકને પગમાં ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.
આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે ઈકોના ચાલકને ઝડપી લેવા તપાસ આદરી છે.