સાવધાન ગુજરાત: ભાવનગરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યુ: એક મોત

ભાવનગર શહેર અને જિલ્લામા છેલ્લા ત્રણ માસથી કોરોનાના કેસમા સાવ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજે કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે.
ભાવનગરમા એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યુ છે. જયારે ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના લીધે અત્યાર સુધીનો ભાવનગરમાં કુલ મૃત્યુઆંક ૧૩૮ થયો છે. જો કે, ઘણા લાંબા સમય બાદ કોરોનાથી મોત નિપજ્યુ હોવાનો બનાવ બન્યો છે.
કોરોનાની બીજી લહેર એપ્રિલ અને મે માસમા હતી ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામા સરકારી અને ખાનગી હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી હતી. જ્યારે જુન માસના પ્રારંભથી પોઝીટીવ કેસની સંખ્યામા એકાએક ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટમા મૃત્યુઆંક સાવ નહિવત જોવા મળ્યો હતો. ભાવનગરમા ૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત હોમ આઈસોલેશનમા ૦૪ દર્દી તથા હોમ કોરોન્ટાઈનમા ૬૨ દર્દીહોવાનુ જાણવા મળ્યુ છે.
