વાવાઝોડુ સૌરાષ્ટ્રના કિનારાથી 800 કિ.મી. દુર: અમરેલી-કચ્છ વચ્ચે ત્રાટકશે
જાણીતા વેધર એનાલીસ્ટ અશોક પટેલનો નિર્દેશ : સિસ્ટમ જયાંથી પસાર થશે ત્યાં 8 ઇંચથી પણ વધુ વરસાદ તથા ભારે પવનની શકયતા
અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડુ ભણી ધસમસી રહ્યું છે. વધુને વધુ શકિતશાળી બનતું રહ્યું છે તે તા.18મીને મંગળવારે અમરેલીથી કચ્છ સુધીનો દરિયાપટ્ટીમાં ગમે ત્યાં ત્રાટકી શકે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગે પોરબંદરથી નલીયા વચ્ચે ત્રાટકવાનું સુચવ્યું છે.
અશોકભાઇ પટેલે આજે વાતચીતમાં કહ્યું કે વાવાઝોડુ તૌકતે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં 13.5 કિ.મી. ઉપર તથા 72.3 ડિગ્રી પૂર્વ પર કેન્દ્રીત છે. ગોવાથી 250 કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમે તથા સૌરાષ્ટ્રના દરિયાથી 800 કિલોમીટર દક્ષિણે છે. હાલ પવનની ઝડપ 85 થી 95 કિ.મી. છે. જયારે ઝાટકાના પવનની ગતિ 105 કિ.મી. છે. વધતી પવન ઝડપ વાવાઝોડુ વધુને વધુ શકિતશાળી બની રહ્યાનો સંકેત છે. તા.17મી સુધીમાં વાવાઝોડુ વધુ મજબુત બનશે અને અતિ ગંભીર વાવાઝોડાની શ્રેણીમાં આવી જવાની શકયતા છે.
આ દરમ્યાન વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારાની નજીક પણ પહોંચી જશે.તેઓએ કહ્યું કે વિવિધ ફોરકાસ્ટ મોડલમાં ઘણા તફાવત માલુમ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ત્રાટકશે તે વિશે વેરીએશન માલુમ પડી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા ઓખા-દ્વારકાની પટ્ટીમાં ટકરાવવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ અન્ય મોડલ અમરેલીથી માંડીને કચ્છના દરિયા કિનારા સુધીના વિસ્તારમાં ગમે ત્યાં ત્રાટકવાનું સુચવે છે. વિવિધ મોડલમાં વેરીએશનને કારણે બહોળો-મોટો દરિયા પટ્ટી વિસ્તાર દર્શાવવો પડી રહ્યો છે.સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વાવાઝોડુ 18મીએ ત્રાટકે તેવી શકયતા છે. આ દરમ્યાન વાવાઝોડાની સિસ્ટમ જયાંથી પસાર થશે ત્યાં અતિભારે 200 મીનીથી પણ વધુ વરસાદ થઇ શકે છે. આ દરમ્યાન પવનનું જોર પણ તોફાની-તીવ્ર હશે જે નુકસાન પણ કરી શકે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews