અમદાવાદ: બાપુનગર ભીડભંજન પાસે કાપડ માર્કેટમાં 20 દુકાનોમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
આગ કેવી રીતે લાગી તનું કારણ હજુ અકબંધ છે. અહીં કાપડની સળંગ દુકાનો હોવાના કારણે આગે લાઈનમાં રહેલી 20 જેટલી દુકાનને આગની લપેટમાં લઈ લીધી છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન મંદિર નજીકના કાપડ બજારમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરફાઈટરની 9 જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવવા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન મંદિર પાસે મોટુ કાપડ બજાર ભરાય છે. આ બજારમાં મોડી સાંજે અચાનક ભીષણ આગ લાગી ગઈ છે. આગ થોડી જ ક્ષણોમાં એવી ફેલાઈ કે, 20 જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખુબ ચહલ પહલ વાળો વિસ્તાર હોવાને કારણે મોટાપાયે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
આગ કેવી રીતે લાગી તનું કારણ હજુ અકબંધ છે. અહીં કાપડની સળંગ દુકાનો હોવાના કારણે આગે લાઈનમાં રહેલી 20 જેટલી દુકાનને આગની લપેટમાં લઈ લીધી છે.
દુકાન બહાર લટકી રહેલા કપડાઓના કારણે આગે વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. 20 દુકાનોમાં આગ લાગતા મોટા પાયે નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.