તાલાલામાં 8 કલાકમાં 7 ઈંચ, ગડુમાં 7 ઈંચ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈ રાજકોટ જિલ્લો હાઈ એલર્ટ પર
રાજકોટ. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તાલાલામાં છેલ્લા 8 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ગડુમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. આ સાથે જ હિરણ ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના મેટોડા GIDC તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લાને હાઈ એલર્ટ કરાયો છે.
રાજકોટ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
રાજકોટના અધિક કલેક્ટરે જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં 25 ડેમોમાંથી 15 ડેમો ઓવરફલો થયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ભાદરની સપાટી 32 ફૂટે પહોંચી છે. ડેમની કુલ સપાટી 36 ફૂટ છે. આથી ડેમ કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સારા વરસાદને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતોને ફાયદો થયો છે.
ગીર પંથક જળબંબાકાર
ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 8 કલાકમાં 7 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતામાં છે.
ગડુમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ
ગડુ પંથકમાં રાત્રે 3 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા છે. છેલ્લા 2 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ
હિરણ ડેમ અને છાણા વાંકીયા ડેમ ઓવરફ્લો
ગીર પંથકમાં ભારે વરસાદના પગલે ગીર ગઢડાના જંગલ વિસ્તારમાં આવેલો છાણા વાંકીયા ડેમ અને હિરણ ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…