skip to content

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલ RTEના ફોર્મ વિનામૂલ્યે ભરી આપશે…

કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓને સવારના 8 થી સાંજના 5 દરમિયાન જ્ઞાનગંગા સ્કૂલ આરટીઇના મફતમાં ફોર્મ ભરી આપશે.

વાંકાનેર: આગામી તારીખ 19 થી આર.ટી.ઇ.ના ફોર્મ ભરવાનું શરૂ થનાર છે, આ ફોર્મ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભરવાના હોય છે. આ ફોર્મ પ્રાઇવેટ ફોર્મ ભરનારા પાસે જઇએ તો અમુક જગ્યાએ એક ફોર્મ ભરવાના 200 રૂપિયા લેવામાં આવે છે. જે વાત જ્ઞાનગંગા સ્કૂલ સંચાલક અને પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલા ના ધ્યાને આવતા તેઓએ જ્ઞાનગંગા સ્કૂલમાં મફત ફોર્મ ભરી આપવાનું શરૂ કરાવેલ છે.

https://karobars.com

આરટીઇમાં આર્થિક રીતે નબળા લોકો પોતાના સંતાનનું ફોર્મ ભરતા હોય છે, જેમાં વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની સ્કૂલની ફી ભરવાની રહેતી નથી. પરંતુ આવા ફોર્મ ભરવા માટે પ્રાઇવેટ માં તેમના 200 રૂપિયા લેવામાં આવે છે, તે આર્થિક રીતે નબળા લોકો માટે મોટી રકમ કહેવાય, જેથી જ્ઞાનગંગા સ્કૂલના મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે કોઈ પણ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી જ્ઞાનગંગા સ્કૂલે સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા દરમિયાન જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈને આવે, તેમને કોઈપણ ફી લીધા વગર એટલે કે મફતમાં ફોર્મ ભરી આપવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો