Placeholder canvas

ઉતરાયણપુર્વે વિધવા માતાનો પતંગરુપી પુત્ર જીપીએસસીની કલાસ-1 પરીક્ષામાં આકાશને આંબ્યો

ટંકારા તાલુકાના હડમતિયા ગામનો યુવાન હિતેષ જેરાજભાઈ ડાકા એસ્સાર કંપનીમાં જોબની શરુઆત કરી બાદમાં બન્યો ગુજરાતનો કલાશ-1 અધિકારી

By રમેશ ઠાકોર (હડમતીયા) 1992માં માર્ગ અકસ્માતમાં બે જીગરજાન મિત્ર શિક્ષક હેમંતભાઈ સગર અને જેરાજભાઈનું મૃત્યું નિપજ્યું હતું એમાના જેરાજભાઈ ડાકાના પુત્ર હિતેષભાઈએ 2 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. હાલ સમગ્ર ગુજરાત લેવલે તાજેતરમાં જ લેવાયેલી જીપીએસસી પરીક્ષાના ઈન્ટરવ્યુંમાં 12 વિધાર્થીઓમાંથી 3 જગ્યા ભરવાની હતી અને ત્રણમાં પણ ટોપ પર રહી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (મિકેનિકલ), વર્ગ ‐ 1, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના કલાસ-1
ની અંતિમ પરિણામમાં ટંકારા તાલુકાના હડમતિયા ગામના વિધવા માતાનો પતંગરુપી એન્જીનીયર પુત્ર ઉતરાયણપુર્વે ગુજરાત લેવલની જીપીએસસીની પરીક્ષામાં આકાશને આંબ્યો છે.

ટંકારાના હડમતિયામાં નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અભણ વિધવા માતાએ સંતાનોને માસ્ટર ડિગ્રી અપાવી માનવ સમાજમાં પિતા વિનાના બાળકોને જીવનમાં કપરી પરિસ્થિતમાં મક્કમ મનોબળ રાખીને ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવામાં પ્રાણવાયુનો સંચાર કરતો સત્ય હકિકત દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે

પિતા શબ્દ સાંભળતા જ મનમાં ઘેઘુર વડલાનું ચિત્ર ઉપસી આવે એવો વડલો કે જેના મુળીયા ખુબ ઉંડે સુધી પથરાયેલા હોય તેની ઘાટી ઘેઘુર છાયામાં પરિવાર પાવન નિશ્રા માણતો હોય બીજી તરફ કહીએ તો પિતા એટલે વહેલી સવારે ઘરના બે છેડા ભેગા કરવા કાળી મજુરી કરવા નિકળી પડતુ ચરિત્ર, અેક રીતે કહીએ તો પિતા ઘરનો મોભ છે, પિતા વિનાનું ઘર ખાંડ વિનાની ચા જેવું ફિક્કું છે, પિતાના કારણે ઘરમાં કલરવ હોય છે, માતાની આંખમાં ચમક પિતાને આભારી હોય છે, પિતા ઘરનું અંજવાળુ હોય છે પિતા વિનાના ઘરની કલ્પના ભલભલાને ઘ્રૃજાવી દે છે, પિતા એ સાચો રસ્તો બતાવતો ઘરનો માઈલસ્ટોન છે, જ્યારે કોઈ દિકરી-દીકરા પરથી પિતાની છત્ર છાયા યા કોઈ પરિણીત સ્ત્રીનું સિંદૂર ભૂંસાઈ જાય અને પરિવારનો માળો જ વિંખાઈ જાય ત્યારે એ પરિવાર પર શું વિતતી હશે…!! એની તો કલ્પના જ કરવી અશક્ય છે..!ત્યારે આ બધો પિતાનો આલ્હાદ્ક પ્રેમ સંતાનોને જીવનમાં નશીબ ન હતો. સમાજને આ પિતા વિનાની ત્રણ દિકરીઓના એક ના એક માડી જાયા ભાઈએ સણસણતો તમાચો ચોડી દઈને વર્તમાન સમાજમાં પિતા વિનાના બાળકોને પ્રાણવાયુનો સંચાર કર્યો છે

ટંકારાના હડમતિયા ગામના લેઉવા પટેલ પરિવારમાં છ વ્યક્તિનું કુંટુંબ ઘરાવતા હર્યાભર્યા પરિવારમાં મોભ સમાન પિતા જેરાજભાઈ દેવાભાઈ ડાકાનું ૧૯૯૨ માં માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું ત્યારે નાનકડું ગામ પણ શોકમગ્નમાં ગરકાવ થઈ ગયું હતું પરિવારમાં માતા સહિત ત્રણ દિકરીઓ અને એેક પુત્ર પર જાણે આભ તુટી પડ્યું હોય તેમ જેમની મોટીપુત્રી દક્ષાબેન ઉં-૬ વર્ષ,બીજીપુત્રી રશ્મિતાબેન ઉં-૪ વર્ષ, ત્રીજા ક્રમે પુત્ર હિતેષ ઉં-૨ વર્ષ, અને ચોથા ક્રમે પુત્રી પુનમબેન ઉં-૩ માસ હતી ત્યારે પિતાની છત્રછાયા, તો પત્નીએ સેંથાનું સિંદૂર ગુમાવ્યું હતું. પરિવાર પર આવી પડેલી કપરી પરિસ્થિતીનો માતા અને દિકરીઓએ સમય સાથે બાથ ભીડીને સામનો કર્યો હતો. જેમની ઉંમર માતાનો ખોળો ખુંદવાની હતી તેવા સમયે અભણ માતાને ખેતીકામમાં મદદ કરી આ ત્રણે બહેનોએ નાનકડા ભાઈનું પણ જતન કરવામાં પાછી પાની ન કરી અભ્યાસની સાથે ઘરની જવાબદારી પણ એટલી જ હતી.

માતા અનસોયાબેન ડાકા કાળી રાત્રીના સમયે વન્યપ્રાણીઓના ડર વિના કડકડતી ઠંડીમાં ખેતરમાં પાણી વાળીને પોતાના સંતાનોને ભણાવ્યા. સમય જતા વયષ્ક થયા અને અભ્યાસમાં ત્રણ દિકરીઓમાં પ્રથમ દક્ષાબેન M.A.B.ed, બીજી રશ્મિતાબેન M.A. ત્રીજી પુનમબેન B.A. P.T.C. અને નાનકડો ભાઈ હિતેષ B.E. Engineering ની પરીક્ષા પાસ કરી. હાલ અનશોયાબેન ડાકાઅ એ ત્રણે પુત્રી ઓને સાસરે વળાવી સસરાપક્ષ તેમજ ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજમા પણ મોભો ઉંચો રાખ્યો છે. કહેવાય છે કે માતાની અંત:નાભીથી નિકળેલ આશિર્વાદ વિફળ જતા નથી તેમ અભણ અને સાણી માતાને ખબર હતી કે મારા સંતાનનો ઉદ્ધાર શિક્ષણ થકી જ થશે ત્યારે અભણ માતાએ પુત્રને આશિર્વાદ આપતા કહ્યું હતું કે…બેટા તું મોટો ઈજમેર (ઈજનેર) બનીશ આ અભણ માતાની મુખે નિકળેલ ઈજમેર નહી પણ ઈજનેરના આશિર્વાદ કુદરતે સાંભળી લીધા હોય તેમ પુત્ર હિતેષભાઈ હાલ જીપીએસસી એક્ઝામ કોલેજના કેમ્પસ બાદ એસ્સાર જેવી મોટી કંપનીમાં નોકરી કરી અને ગુજરાત ગવર્મેન્ટની અનેક પરીક્ષાઅો આપ્યા બાદ આજે ક્લાસ- 1 અધિકારી તરીકે કાર્યપાલક ઈજનેર વર્ગ -૧ ની પરીક્ષા ઉતિર્ણ કરી વિધવા માતાનું સ્વપ્ન સાકાર કર્યું. ત્યારે મને એક સુપ્રસિદ્ધ હિન્દી ફિલ્મ ” મધર ઈન્ડિયા “ ના સોંગની પંક્તિ જરુર યાદ આવે…

દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે, રંગ જીવનમા નયા લાયો રે,દેખ રે ઘટા ઘીર કે આયી, રસ ભર ભર લાયી “

આમ વર્તમાન સમાજમાં એક અભણ માતાએ એકના એક પુત્રનું જતન કરી આપણી ગુજરાતી કહેવત અનુશાર ” નારી તું નારાયણી” અથવા તો “નારી તું ના હારી” કહેવતને સાર્થક કરતો કિસ્સો અને પિતા વિનાના બાળકોને સત્ય હકિકત દર્શાવતો કિસ્સો પ્રાણવાયુ બનીને આજના મકરસંક્રાતિના દિવસે માનવ સમાજને ઓક્સિજન તરીકે પ્રાણવાયુનો સંચાર કર્યો છે. અનસોયા બહેનને જીવનમા શિક્ષણ તો નથી સાપડ્યું પરંતુ જીવનમા શિક્ષણનું કેટલું મહત્વ છે તે બહુજ સારી રીતે જાણે છે અને અનશોયા બહેને પ્રત્યક્ષ અનુભવ્યું પણ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો