વાંકાનેર: તીથવા ગામે મકરસંક્રાંતિમાં 1500 ગાયોને ઘાસ ચારો નાખવામાં આવ્યો.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે છેલ્લા ૩૦ વર્ષથી સંક્રાંતના દિવસોમાં ગાયોને ઘાસ ચારો રાખવાની પરંપરા ચાલી રહી છે.

આ ઘાસચારો ફાળા દ્રારા એકત્રિત કરેલ ધન રાશિમાંથી ખરીદવામાં આવે છે. ગામમાં રેઢિયાળ તેમજ માલિકીની ગાયોને સંક્રાત અને સંક્રાતના બીજે દિવસે એટલે કે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ આશરે ૫૦૦ ગાયોને પાંચસો મણ જેટલો ઘાસચરો નાખવામાં આવે છે.

આ આશરે ૩૦ વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા માટે આ વર્ષે ગામના આગેવાનો પરબતભાઈ વાલાભાઈ ભરવાડ, મહેન્દ્રભાઈ ધરમશીભાઈ ખોરજા, ઝાલાભાઇ સામતભાઈ ભરવાડ વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(ફોટો અને અહેવાલ:- રમેશ રાવા -તીથવા)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 130
  •  
  •  
  •  
  •  
  •  
    130
    Shares