Placeholder canvas

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલમાં 12 સાયન્સના રી-નીટના વર્ગો શરૂ….

વાંકાનેર: મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું. આ પરીક્ષામાં વાંકાનેરના ઘણા વિધાર્થીઓએ ખુબ સારા માર્ક્સ મેળવ્યા તો સામે ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શનના અભાવે પોતાની અપેક્ષા મુજબના સારા ગુણ ન મેળવી શક્યા. ધોરણ 12 સાયન્સના આવા જ વિદ્યાર્થીઓ કે જેઓ વધુ એક પ્રયત્ન કરી પોતાની અપેક્ષા મુજબના સારા માર્કસ મેળવવા ઇચ્છતા હોય તેમના માટે જ્ઞાનગંગા સ્કૂલે આગામી તા.15/11/2021 થી રી-નીટના વર્ગોનું આયોજન કરેલ છે.

આ વર્ગોમાં જોડાવા માટે વિદ્યાર્થીએ જ્ઞાનગંગા સ્કૂલમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અથવા મો.94290 43843 પર સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે NEET-2021 ની પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની શેરસીયા અલીના રેકોર્ડ બ્રેક 630 ગુણ સાથે કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ તેમજ કેન્દ્રના ટોપ-ટેન વિદ્યાર્થીઓમાંથી જ્ઞાનગંગા સ્કૂલના 6-6 વિદ્યાર્થીઓ સ્થાન મેળવી આ વર્ષે જ્ઞાનનંગા સ્કૂલના અંદાજિત 11 વિદ્યાર્થીઓ M.B.B.S.માં પ્રવેશ મેળવશે.

આ વર્ષે રી-નીટના વર્ગોનું જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેથી ફરીથી નીટ આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓને M.B.B.S.માં જવાનું તેમનું સપનું સાકાર કરાવી આપે એવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. તેમજ રી-નીટનાં વર્ગમાં જોડાનાર વિદ્યાર્થીને NEET 2021માં મેળવેલા માર્ક કરતાં ઓછામાં ઓછા 100 ગુણ વધુ લાવવાની ગેરંટી જ્ઞાનગંગા સ્કૂલ આપે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો