ખેડૂતના એક SMSથી, સરકાર ટપક સિંચાઇ પદ્ધતિ માટે સહાય કરશે.!
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સુક્ષ્મ પધ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે જી.જી.આર.સી. દ્વારા ખેડૂતો માટે તૈયાર કરાયેલ khedut.ggrc.co પોર્ટલનું લોન્ચીંગ કરાયુ હતું.
નાયબ મુખ્યમંત્રી પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતાં જણાવ્યુ હતું કે, ‘રાજ્યમાં ખેડૂતો માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જી.જી.આર.સી. દ્વારા રાજ્યના 11 લાખથી વધુ ખેડૂતોને 18.50 લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે.
9763322211 નંબર SMS કરો સરકાર સહાયતા કરશે
ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ. 6090 કરોડની માતબર રકમની સબસીડી પણ પુરી પાડી છે.
નીતિન પટેલે ઉમેર્યુ કે, સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે.નોંધણી થયા બાદ જી.જી.આર.સી. દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે જી.જી.આર.સી. ના મેનેજીંગ ડીરેક્ટર શાહમીના હુસૈન, જોઇન્ટ સી.ઇ.ઓ. રેણુ ભટ્ટ, એગ્રો ડેવલપમેન્ટના ચીફ પી.પી.દોંગા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…