Placeholder canvas

Omicorn પર સરકાર સજાગ: હાઈ રિસ્કવાળા દેશોમાંથી આવેલા છ યાત્રી નિકળ્યા કોરોના પોઝિટિવ

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઊંઘતી ઝડપાયેલી સરકાર હવે એમિક્રોન વેરીઅન્ટમાં સજાગ થઇ છે અને એક્શન મોડમાં આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને જોતા ભારત સહિત અન્ય દેશોએ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં વિદેશથી આવતી 11 ફ્લાઈટમાંથી 6 મુસાફરો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ ફ્લાઈટ્સ તે દેશોમાંથી આવી છે, જેને હાઈ રિસ્કની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તમામ સંક્રમિત મુસાફરોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

દેશના અલગ-અલગ એરપોર્ટ પર ટેસ્ટિંગ દરમિયાન આ મુસાફરો સંક્રમિત જણાયા હતા. ગઈકાલે, ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી ભારત આવેલા 3476 મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ઘણા એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી પડી હતી.

વિશ્વભરના દેશોમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો આ વાયરસ અત્યાર સુધીમાં 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાતની પુષ્ટિ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ દેશોએ ઓમિક્રોનને લઈને સતર્ક રહેવું પડશે.

ઓમિક્રોન વાયરસના વધતા ખતરાને જોતા લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં વિદેશથી આવતા સંક્રમિત લોકો માટે 20 બેડ આરક્ષિત કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત જોવા મળે છે, તો તેને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આ સાથે લખનૌ એરપોર્ટ પર ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો