વાંકાનેર: જીનપરા પાસેથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસના રૂટિન પેટ્રોલિંગ દરમ્યાન જીનપરા જકાતનાકા પાસેથી ગેરકાયદે દારૂની હેરફેર કરતા એક બુટલેગરને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના પો.હેડ.કોન્સ. કે.એન.ઝાલા, પો.કોન્સ. અરવિંદભાઈ ઓળકીયા તથા સંજયસિંહ જાડેજા રૂટિન પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન જીનપરા જકાતનાકા નજીકથી પપ્પુભાઈ લાલાભાઈ સીંગડ ઉં.વ.29, રહે. ખેરમલ, જી.જાંબવા, એમ.પી. વાળાને ભારતીય બનાવટની વ્હીસ્કીની 6 બોટલ, 180 એમ.એલ.ના 122 નંગ ચપલા તથા બિયરના 11 ટીન સહિત કુલ 14100 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો