Placeholder canvas

ગુજસીટોકના કેસમાં લેડી ડોન સોનુ ડાંગર સહિતની ટોળકી 6 દિ’ના રિમાન્ડ પર

રાજકોટ સહિત રાજયભરમાં અસંખ્ય ગંભીર ગુન્હાઓ આચરનાર કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર અને તેની ટોળકી સામે પોલીસે ગુજસીટોકનું સસ્ત્ર ઉગામ્યુ છે. ત્યારે રાજકોટની ખાસ અદાલતે સોનુ ડાંગર અને તેના સાગરીતોના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

આ કેસની વિગત મુજબ અમરેલી સહિત અલગ-અલગ સાત જિલ્લામાં પોતાનું નેટવર્ક ઉભુ કરી ખુન, ખુનની કોશિષ, અપહરણ, ધાક ધમકી, ખંડણી, મનીલેન્ડ, સરકારી જમીન ઉપર દબાણ અને હથિયારોની હેરાફેરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત સોનુ ડાંગર ગેંગ વિરૂધ્ધ અમરેલી પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુ ડાંગર, શિવરાજ ઉર્ફે મુના રામકુ વિછિયા, શૈલેષ નાથા ચાંદુ, દાદેશ ઉર્ફે દાડુ નાથા ચાંદુ, અશોક જેતા બોરીચા, બાલસિંગ જેતા બોરીચા, વનરાજ મંગળુ વાળા, નરેન્દ્ર ઉર્ફે નટુ સુરગા ખુમાણ અને ગૌતમ નાજકુ ખુમાણની ધરપકડ કરી રિમાન્ડ પર લેવામાં આવતા સાવરકુંડલામાં ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ અને આર્મ એકટના ગુનામાં રાજકોટ જેલમાં આજીવન સજા ભોગવતો અને સાડા ચાર વર્ષથી પેરોલ જંપ કરી નાસી છુટેલા અમરેલીના લીલીયા પંથકના ખુંખાર ચમ્પુ બાબા વિછિંયા, રવિ અમરા રાઠોડ અને વિક્રમ જેતુ ચાંદુનું નામ ખુલતા અમરેલી પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

આજીવન કેદની સજામાં પેરોલ જંપ કરીને નાસી છુટેલા ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ ચમ્પુ વિંછિંયાને રાજકોટ ક્રાઇમ બ્રાંચે બે પિસ્તોેલ, 174 જીવતા ઇલેકટ્રીક ડિટોનેટર અને નાગપુર બનાવટના ર16 જીવતા કાર્ટિસ અને બે ખાલી મેગઝીન સાથે ઝડપી લીધો હતો. હથિયાર સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જામીન મુકત કરતા અમરેલી પોલીસે ગુજસીટોકના ગુનામાં કબ્જો લઇ ચમ્પુ વિછિંયાને રાજકોટની સ્પે. ગુજસીટોક કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ સાથે રજુ કરવામાં આવ્યો હતો. જયા કેસ ચાલવા ઉપર આવતા ઇન્ચાર્જ ડિસ્ટ્રીકટ જજ કે.ડી. દવેએ બંને પક્ષોની રજુઆતોને ધ્યાને લઇ આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજય વોરા રોકાયા હતાં.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો