વાંકાનેર: સિધાવદર ગામે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટરો બાળી વિરોધ કર્યો 

ફ્રાન્સમાં મહંમદ પયગંબર સાહેબને કાર્ટુન બતાવીને અપમાન કરવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યોગ્ય ગણાવતા દુનિયાભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

વાંકાનેર : ફ્રાન્સના તાજેતરમાં ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબને કાર્ટુન બતાવીને અપમાન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યોગ્ય ગણાવી હતી જેથી ફ્રાન્સની સરકાર અને તેના રાષ્ટ્રપતિ સામે રોષની લાગણી સાથે સમગ્ર વિશ્વમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. જેમની અનુસંધાને વાંકાનેરના સિધાવદર ગામે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટરો બાળી વિરોધ પ્રદર્શન કરાયો હતો.

વાંકાનેરના સિધાવદર ગામે ભીમ આર્મી દ્વારા ફ્રાન્સની આવી આપત્તિજનક હરકતના વિરોધમાં ફ્રાન્સની સરકાર અને તેના રાષ્ટ્રપતિ વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા.જેમાં હિન્દૂ મુસ્લિમ એકતા સાથે આ સંસ્થાના કાર્યકરો દ્વારા ફ્રાન્સની સરકાર અને તેના રાષ્ટ્રપતિના પોસ્ટરો તેમજ ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ફ્રાન્સ વિરુદ્ધ પોસ્ટર પ્રદર્શન કરી, રાષ્ટ્રપતિના ફોટાવાળા પોસ્ટર રોડ ઉપર ચોડી તેના ઉપર ચાલીને વિરોધ પ્રદર્શન કરીએ ને આ કૃત્ય કરવા બદલ ફ્રાન્સ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો
  • 122
  •  
  •  
  •  
  •  
  •  
    122
    Shares