વાંકાનેર: નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા
(By શાહરુખ ચૌહાણ -વાંકાનેર) વાંકાનેર નવાપરા ખોડીયાર સોસાયટી સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ12000 મુદ્દામાલ સાથે ઝડપાયા
મળેલ માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે નવા પરા વિસ્તારમાં આવેલા ખોડિયાર સોસાયટીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા.1 .રફિકભાઈ રમજાનભાઈ હાલા (ઉં34) 2.સંજયભાઈ ભીખાભાઈ મોરી (ઉ 30).3.કિશોરભાઈ છનાભાઇ ગાંગણ (ઉં37).4.આસિફભાઇ દાઉદભાઈ પીપરવાડીયા(ઉં25) મુદ્દામાલ,12000 સાથે પકડીને જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી