Placeholder canvas

વાંકાનેર: લુણસર ગામે જમીન બાબતના ઝઘડામાં મહિલા સહિત બે ને માર માર્યો

(રીપોર્ટર શાહરૂખ ચૌહાણ -વાંકાનેર)
વાંકાનેર તાલૂકાના લુણસર ગામે જમીન વેચાણે રાખવા બાબતના ઝઘડામાં બે ઇસમોએ યુવાન અને મહિલાને માર મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રામજીભાઈ સવસીભાઇ કટુડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ હિતેશ શંકર વસીયાણી અને રમેશ શંકર વસીયાણી રહે બંને લુણસર વાળા સાથે જમીનની લેતીદેતી મામલે ઝઘડો અને મનદુઃખ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ લોખંડ પાઈપ વડે ફરિયાદીના દીકરા ચેતન અને મોટા દીકરાની પત્ની ભાવનાબેનને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી. ફીરિયાદી રામજીભાઈ ત્યાં પહોંચતા બંને આરોપીઓએ ફરિયાદી રામજીભાઈને પણ માર મારી ઈજા કરી હતી બાદમાં બંને ઈસમો સફેદ કારમાં નાસી ગયા હતા.

ગામમાં ખેતીની ૧૬ વીઘા જમીન હોય જે રમેશ શંકર બાજુમાં આવેલ હોવાથી જમીન તેઓ વેચાણે રાખવા માંગતા હોય અને બદલામાં ગામમાં બીજી જમીન લઇ આપવાના હોય જે જમીન ઓછી હોવાથી વેચાણે આપવાની ના પાડતા બંને ઇસમોએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો