વાંકાનેર: પાંજરાપોળના ગોડાઉનમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ

વાંકાનેર: ગઈકાલ રાત્રે વાંકાનેરમાં દિવાનપરા વિસ્તારમાં આવેલી પાંજરાપોળમાં અચાનક આગ લાગી હતી અને પાંજરાપોળમાં રહેલો સૂકો ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો.
વાંકાનેર : વાંકાનેરના દિવાનપરામાં આવેલ આવેલ પાંજરાપોળના ઘાસના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં સૂકું ઘાસ પડ્યું હોવાના કારણે ગણતરીની મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કારણે ગોડાઉનમાં રહેલું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીબે પાંજરાપોળમાં રહેલા પશુધનને કોઈ જાન હાનિ થઈ નથી. પ્રાથમીક તપાસમાં આગ શૉક સર્કિટને કારણે લાગી હોવાનો અંદાજ લગાવાઈ રહ્યોં છે આગનું સાચુ કારણ તપાસ બાદ જ સામે આવી શકશે.
