Placeholder canvas

સાહિત્ય જગતને મોટીખોટ: કવિ દાદનું 82 વર્ષની ઉંમરે નિધન

પદ્મશ્રી કવિ દાદ આપણી વચ્ચે નથી રહ્યાં. થોડા દિવસ પહેલા પુત્ર મહેશદાનના અવસાનનો આઘાત કવિ દાદ ખમી શક્યા નહીં અને આજે તેમણે પણ અંતિમ પ્રયાણ કર્યુ. કવિ દાદને ચારણી સાહિત્યના છેલ્લી હરોળના સુપ્રસિધ્ધ કવિ ગણવામાં આવતા.

રાજકોટની બાજુમાં ધુનાનું ગામ કવિનું મુળ ગામ હતું. સાહિત્ય સાથેનો કવિ દાદનો નાતો તેના પારિવારિક સંબંધોમાં પણ જોવા મળે છે. હેમુ ગઢવીના પુત્ર ડેપ્યુટી કલેકટેર રાજુ ગઢવી સાથે દીકરીબાનું વેવિશાળ કરેલું. ટેરવા, લક્ષ્નાયન, સુદામા ચરિત્ર જેવા પુસ્તકોથી તો કવિ દાદ સદાય આપણી વચ્ચે ઘબકતા જ રહેશે.

પદ્મ શ્રી એવોર્ડ વિજેતા કવિ દાદ બાપુનું આજે નિધન થયુ છે. તેઓ 82 વર્ષના હતા. જૂનાગઢના રહેવાસી કવિ દાદનું નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી હતું. તેમના નિધનથી સાહિત્યજગતમાં મોટી ખોટ પડી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે સાહિત્યમાં યોગદાન આપવા માટે કવિ દાદનું પદ્મશ્રીથી સન્માન કર્યુ હતું. 

દાદુદાન ગઢવી કવિ દાદના હુલામણા નામથી પ્રખ્યાત હતા.  મૂળ ઈશ્વરીયા ગીરના અને વર્ષોથી જૂનાગઢમાં રહેતા હતા. 82 વર્ષીય કવિ દાદનું નામ સાહિત્ય  માટેના પદ્મશ્રીમાં જાહેર કરવામાં આવ્યું હતું. દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદના ઉપનામથી જાણીતા હતા. માત્ર ચાર ચોપડી ભણ્યાં હોવા છતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કવિ દાદનું મોટું યોગદાન છે. 

તેમની રચનાની જો વાત કરીએ તો કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ હતા, ટેરવા નામનો તેમનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગતમાં લોકપ્રિયતા બતાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દી સાથે 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. 

કવિ દાદ આ ગીતને લીધા જાણિતા છે. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો.  નારાયણ સ્વામીના કંઠે ગવાયેલું કૈલાશ કે નિવાસી અને પ્રાણલાલ વ્યાસના કંઠે ગવાયેલું ‘ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે’ જેવા અનેક અમરગીતોના રચિયતા કવિ દાદ છે.

આ સમાચારને શેર કરો