વાંકાનેરમાં વાહન ભાડામાં બાબતે મારામારી : 2ને ઇજા
9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી થઈ હતી. આ મારમારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં 9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ ઉર્ફે મુન્નો રામજીભાઇ ભાણાભાઇ પરમાર (ઉ.વ.૩૫, ધંધો મજુરી, રહે ગાયત્રી મંદીર સામે, મફતીયાપરામાં, વાંકાનેર) એ આરોપીઓ જીતુ જેમલભાઇ રબારી, નરેશ ઉર્ફે બબુ જેમલભાઇ રબારી તેમજ તેમની સાથેના સાત અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી.
ગત તા.૨૦ ના રોજ ધમલપર ચોકડી, વાંકાનેર સીટી પાસે આરોપીઓ તેમજ સાહેદ ગોપાલ રામજીભાઇ આલને આઇવા વાહન હોય માટીમાં ચાલતા હોય ભાડાની વધ-ઘટના પ્રશ્ને થોડા દીવસથી વાંધો ચાલતો હોય જે રોષના કારણે આરોપીઓએ લાકડી, ધોકા, પાઇપ જેવા મારક હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદ દીનેશ રઘુભાઇ અબાસણીયા સુતા હતા. તે વખતે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને લાકડી, ધોકા, પાઇપ વડે હાથે પગે માર મારતા ફરીયાદીને જમણા હાથ તથા જમણા પગે નળાના ભાગે ફ્રેક્ચર થતા તેમજ સાહેદ દીનેશને ડાબા હાથે મુંઢ ઇજા થઈ હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને 9 આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.