skip to content

ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા કવાયત

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. રાજયની ૧૦ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરની મદદથી યજાશે. ૧ હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરાઇ છે.

જિલ્લાની ચૂંટણી શાખા દ્રારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તત્રં સતર્ક બન્યુ છે. ત્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક વધારવા પ્રયત્નો હાથ ધર્યા છે.

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કોંગ્રેસે માંગ કરી હતી કે, આ ચૂંટણી બેલેટ પેપરની મદદથી કરવામાં આવે. ત્યારે, ચૂંટણી પંચે કહ્યુ છે કે, ઈવીએમની અછતના કારણે બેલેટ પેપરની મદદથી મતદાન યોજશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઇવીએમ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પચં દ્રારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે.

નોંધનીય છે કે, આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં evmનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ ચૂંટણી પચં દ્રારા કરાયો હતો. રાજય સરકાર દ્રારા પણ ૧૫૩ ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાનાર છે એવામાં રાજયમાં નવી ૧૯૧ ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. હાલ રાજયમાં ૧૮,૨૨૫ ગામોમાં ૧૪,૯૨૯ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી ૧૯૧ ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાયમાં ૧૪,૪૮૩ ગ્રામ પચાયતો થશે, આમ હવે ગ્રામ પંચાયતના આંકડામાં પણ વધારો થશે. પંચાયાત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કયુ છે.

રાજયના ૩૦૦ ગામો એવા છે, જયાં વસ્તી ૨૦૦ લોકોથી ઓછી છે. જેમાં કચ્છા સૌથી વધુ ૪૭ ગામોમાં ૨૦૦ લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી છે, એટલું જ નહીં પંચાયત વિભાગે મંજૂરી માટે નોટિફિકેશ પણ જાહેર કયુ છે.

આ સમાચારને શેર કરો