આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું આજથી વિતરણ શરૂ…
રાજ્યના નાના દુકાનદારો,વ્યક્તિગત વ્યવસાયિકો,વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન, રેકડી કે ફેરી કરનારાઓને લૉકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય જાહેર કરાઈ છે. આ યોજના અન્વયે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. આવી રીતે આપવામાં આવેલી લોનનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની 9 હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે.
એક લાખ સુધીની લોને કેવી રીતે મેળવી શકાશે તેની સંપૂર્ણ માર્ગદર્શન મેળવો :
1) લાભ કોને કોને મળશે?
નાના અને મધ્યમ વર્ગના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે- દુકાનદાર, ફેરિયા, રિક્ષા ચાલક, પ્લમ્બર વગેરે
2) ફોર્મ ક્યારે મળશે?
21-5-2020થી નક્કી કરેલી સંસ્થાઓમાથી વિનામૂલ્યે મળશે.
3) કઈ કઈ સંસ્થા લોન આપી શકે?
જિલ્લા સહકારી બેંક. અર્બન કો-ઓપ બેંક. ક્રેડિટ કો-ઓપ સોસાટીઓ.
4) સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો?
કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સત્તમંડળના કર્મચારી ન હોવા જોઇએ.
કોઈપણ બેંકના કર્મચારીઓ ન હોય.
સરકારી / અર્ધ સરકારી સંસ્થાઓમાં કરાર આધારિત નોકરી ન હોવી જોઇએ.
01-01-2020 ના રોજ ચાલુ હોય એવા જ વ્યવસાય કરતા લોકો લોન માટે અરજી કરી શકે છે.
5) લોન ભરપાઈ કેવી રીતે કરવાની રહેશે?
ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે. જેમાં વાર્ષિક 8%નાં વ્યાજદરે લોન આપવામાં આવશે. જેમાંથી 6% વ્યાજ રાજ્ય સરકાર અને 2% વ્યજદરે ભોગવવાનું રહેશે. લોન શરૂ થવાના 6 મહિના સુધી કોઈ હપ્તાની ચુકવણી કરવાની રહેશે નહી. 6 મહિના પછી 30 સરખા હપ્તામાં ચૂકવણી કરવાની રહેશે.
6) અરજી કરવાની છેલ્લી તારીખ?
આ અંગેના ફોર્મ 31-08-2020 સુધીમાં ફોર્મ બેંકમાં જમા કરાવી શકાશે. 31-10-2020 સુધીમાં તમામ અરજીનો નિકાલ કરી દેવામાં આવશે. 15-11-2020 સુધીમાં લોનની રકમ મળી જશે.
7) આ માટે કયા દસ્તાવેજો આપવાના રહેશે?
આધાકાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લું વીજળી બિલ, બેંક પાસબુકની ઝેરોક્ષ, વ્યવસાયનો પુરાવો અથવા બાહેંધરી પત્ર, દરેકની 2-2 નકલ રાખવી
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…