Placeholder canvas

મોરબીની ચકચારી બર્થ ડે પાર્ટીમાં તપાસનો ધમધમાટ, પરિણામ શુ આવશે?

મોરબીના સનાળા રોડ ઉપરના સ્કાય મોલ ખાતે પોલીસ કર્મચારીની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયા હતા. મોઢા ઉપર માસ્ક લગાવ્યા વગર રાસ ગરબા લેવામાં આવતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી એસપી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં હાલમાં જગ્યાના સંચાલક સહિતના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે જો કે, પરિણામ શુ આવશે? તેમની આગાહી લોકો કરી રહયા છે.

કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક વગરના લોકો પાસેથી પોલીસ દ્રારા દંડ વસૂલવામાં આવે છે. જો કે, શહેરના શનાળા રોડ ઉપર સ્કાય મોલમાં જે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોઢા ઉપર માસ્ક લગાવ્યા વગર ગરબે ઘૂમતા લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સૂત્રોના કહેવા પ્રમાણે મોરબીમાં રહેતા પોલીસ કર્મચારી દેવેન રબારીનો બર્થ ડે હતો. સ્કાય મોલ ખાતે બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં અધિકારી અને પદાધિકારીઓ હાજર રહયા હતા.

આમ કોરોના ગાઇડ લાઇનનો અમલ ન કરનાર લોકો પાસેથી દંડ વસુલ કરનાર પોલીસના બર્થ ડેમા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા થતા હોય તે રીતે મોઢા પર માસ્ક લગાવ્યા વગર રાસ ગરબા લેવામાં આવતા હતા જે વિડિયો વાઇરલ થયા બાદ એસપી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. આ બાબતે એ ડિવિજ્ન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને કેટલાક લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે જો કે, પાર્ટીમાં અધિકારી અને પદાધિકારીઑ હાજર હતા માટે હાલમાં ચાલી રહેલી તપાસમાં તેઓને છાવરવા માટેના પ્રયાસો ચાલી રહયા છે અને તપાસના અંતે સો ટકા કુલડીમાં ગોળ ભાંગવામાં આવશે તે નિશ્ચિત છે

આ સમાચારને શેર કરો