કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજની ટકાવારીમાં બાંધછોડ કરવાની ખેડુતોની માંગ
ભેજના લીધે માલ રિજેક્ટ થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો
આજથી મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ જે ખેડૂતોની મગફળીમાં 8 ટકાથી વધારે ભેજનું પ્રમાણ છે તેમનો માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે. કેટલાય ખેડૂતોનો માલ રિજેક્ટ થતાં આજે ખેડૂતોએ સરકારના આ નિયમ સામે હોબાળો મચાવ્યો છે. માલ રિજેક્ટ થતાં બિચારા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભેજના પ્રમાણમાં બાંધછોડ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.
સરકારના પુરવઠા વિભાગ તરફથી આવેલા ગ્રડરોએ જણાવ્યું કે ‘ સરકારી નિયમ મુજબ જે ખેડૂતોની મગફળીમાં 8 ટકાથી વધારે ભેજ હશે તેમનો માલ રિજેક્ટ થશે. ઉપરાંત જે ખેડૂતોની મગફળીમાં 4 ટકાથી વધારે કચરો હશે તેમનો માલ પણ રિજેક્ટ થશે. પ્રત્યેક ખેડૂતોની મગફળીમાંથી 200 ગ્રામના 3 સેમ્પલ લઈ માલની ચકાસણી કરવામાં આવી રહી છે.
ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ તો રહેશે. મગફળી કાળી પડી જવાની પણ ફરિયાદો છે તો સરકારે આ મામલે બાંધછોડ કરવી જોઈએ. મગફળીના મામલે ઓનલાઇન સરવેની જે વાત હતી તેમાં કોઈ પણ ફોન નંબર લાગતા નહોતા. હવે ખેડૂતોને જે નુકશાની થઈ છે તેમાં ખેડૂતો કઈ કરી શક્યા નહોતા અને લાચાર બની નુકશાની વેઠવાનો જ વારો આવ્યો છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…