skip to content

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના બેકાબુ : નવા 273 કેસ

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 140 કેસ : જામનગર, ભાવનગર, અમરેલી, મોરબી જિલ્લામાં પોઝીટીવ આંકમાં વધારો : કચ્છમાં વધુ નવા 20 કેસ : રાજકોટ-2, જામનગર-1 દર્દીનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના રફતારમાં પુન: વધારો થવા લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર કોર્પોરેશન વિસ્તારવાળા જિલ્લાઓમાં સંક્રમણ વધી રહ્યુ છે, જ્યારે બીજી તરફ અમરેલી અને મોરબી જિલ્લામાં પણ પોઝીટીવ કેસમાં ઉછાળો નોંધાયો છે, તેમાં કચ્છ પણ બાકાત નથી.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 273 કેસ સામે 165 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લામાં 117 શહેર, 23 ગ્રામ્ય કુલ 140, જામનગર 23 શહેર 13 ગ્રામ્ય કુલ 36, ભાવનગર 18 શહેર 13 ગ્રામ્ય કુલ 31, જૂનાગઢ પ શહેર 3 ગ્રામ્ય, કુલ 8, અમરેલી 11, મોરબી-10, સુરેન્દ્રનગર 7, દ્વારકા-પ, બોટાદ-ગીર સોમનાથ 2-2, પોરબંદર-1 અને કચ્છ 20 સહિત 273 પોઝીટીવ કેસ નોંધાયા છે.

જયારે રાજકોટ-98, જામનગર-15, ભાવનગર-17, જૂનાગઢ-8, અમરેલી-4, મોરબી-2, પોરબંદર-1 અને કચ્છ-20 મળી કુલ 165 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ-2 અને જામનગર-1 દર્દીનું મોત નોંધાયા છે. રાજયમાં નવા 1730 પોઝીટીવ કેસ સામે 12પપ દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયનો રીકવરી રેટ 95.60 ટકા નોંધાયો છે.

આ સમાચારને શેર કરો