સૌરાષ્ટ્રનાં 9 જિલ્લાઓમાં 931 પોઝીટીવ દર્દીઓમાંથી 598 દર્દીઓ સાજા થયા અને 44 દર્દીઓના મોત
સરકારી-ખાનગી હોસ્પિટલોમાં હાલ 267 દર્દીઓ સારવાર હેઠળ : કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા આરોગ્ય તંત્ર સતત જાગૃત
ગત માર્ચ માસથી સમગ્ર દેશની સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસ મહામારીનું આગમન થતા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ લોકડાઉન અને આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા વાઇઝ કોવીડ-19 કોરોના વાઇરસના દર્દીઓ માટે હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા સાથે કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા સઘન પગલા આવ્યા છે.
હાલ સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લાઓમાં કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં સાજા થતા દર્દીઓને રજા આપવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર જિલ્લામાં કુલ 931 પોઝીટીવ દર્દીઓમાંથી 598 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ કુલ 267 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 44 દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.
સૌરાષ્ટ્રભરમાં કોરોના સંક્રમણમાં મોટા શહેર મુંબઇ, અમદાવાદ, સુરતના લોકોથી ચેપનો ફેલાવો થયાનું ફલીત થાય છે. હાલ શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી તરફ શહેરી વિસ્તારમાં કોરોના દર્દીઓની સારવાર કરતા તબીબો-નર્સીંગ સ્ટાફ પણ કોરોનાગ્રસ્ત થતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…